નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,254 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 83,13,877 થઈ ગયો છે. જેમાંથી 5,33,787 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 76,56,478 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 514 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,23,611 પર પહોંચ્યો છે.
દિલ્હીમાં કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 24 કલાકમાં સામે આવ્યા 6725 કેસ
અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,29,98,959 સેમ્પલ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,29,98,959 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ગઈ કાલે 3 નવેમ્બરના રોજ 12,09,609 સેમ્પલ ટેસ્ટ કરાયા.
With 46,254 new #COVID19 infections, India's total cases surge to 83,13,877. With 514 new deaths, toll mounts to 1,23,611.
Total active cases are 5,33,787 after a decrease of 7,618 in last 24 hrs.
Total cured cases are 76,56,478 with 53,357 new discharges in the last 24 hrs. pic.twitter.com/PBNZXQKI3V
— ANI (@ANI) November 4, 2020
ઠંડીમાં કોરોના વધશે?
જ્યારથી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે, ત્યારથી દરેક કોઈ એવુ જાણવા માંગે છે કે, શુ ઠંડીમાં કોરોનાના કેસ (corona case) વધશે. એક લેટેસ્ટ રિસર્ચમાં આ સવાલનો જવાબ મળ્યો છે. ભારતીય અમેરિકન રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણમાં તાપમાન કે હ્યુમિડિટીની કોઈ પ્રભાવી ભૂમિકા નથી. ઈન્ટરનેશનલ જનરલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત રિસર્ચમાં સંકેત મળે છે કે, કોરોના વાયરસનુ સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણ સમગ્ર રીતે માનવીય વ્યવહાર પર નિર્ભર કરે છે, ગરમી કે ઠંડી (winter) ની મોસમ પર નહીં.
Coronavirus India News: કોરોનાથી ભારતમાં મૃત્યુઆંક ઘટ્યો, રિકવરી રેટ 92 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
Total samples tested up to 3rd November is 11,29,98,959 including 12,09,609 samples tested yesterday: Indian Council of Medical Research pic.twitter.com/bUSCSVgczT
— ANI (@ANI) November 4, 2020
રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, મોસમ માત્ર એ માહોલને પ્રભાવિત કરે છે, જેમાં કોરોના વાયરસ કોઈ નવી વ્યક્તિને સંક્રમિત કરતા પહેલા જીવંત રહે છે. રિસર્ચમાં કહેવાયું કે, ઋતુઓ માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. જેનાથી વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે